[‘ખરી પડે છે પીંછું’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] ‘નહિ તો આપણું નાક કપાઈ જાય !’ ‘એમાં નાક શું કપાઈ જાય ?’ ‘આખી સ્કૂલમાં ડ્રોઈંગ કૉમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યો ને હવે મુંબઈની કૉમ્પિટિશનમાં નંબર ન લાવે તો કેવું ખરાબ દેખાય. આ ફર્સ્ટ ટેસ્ટમાં પણ ખાલી એક જ માર્ક માટે પહેલો નંબર […]
[‘વાંસલડી ડૉટ કોમ’ પુસ્તકમાંથી સાભાર.] ઝાકળના ટીપાએ ડૉરબેલ મારી ને કળીઓએ બારણાં ઉઘાડ્યાં રે લોલ, આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાંઓ પાડ્યાં રે લોલ. દૂરદૂર સ્ક્રીન ઉપર ઊપસી રહી છે સ્હેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ, લીમડાની લિફટમાંથી નીચે ઊતરીને બે’ક ખિસકોલી વૉક લેવા ચાલી રે લોલ. બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે એક નરસી […]
માટીના કોડિયે પડી ઠરતા દીવાની વાટ અંતે તો ખૂબ તરફડી ઠરતા દીવાની વાટ કાળો લિબાસ પહેરીને બેઠી છે ગોખલે ઊભી થશે ના અબઘડી ઠરતા દીવાની વાટ સરનામું હવે ક્યાં રહ્યું એ ઝળહળાટનું ? અંધારયુગમાં જઈ ચડી ઠરતા દીવાની વાટ દીવેલ જ્યારે સાવ ખૂટી જાય તે પછી જાણે મરેલી ચામડી ઠરતા દીવાની વાટ ઘસતા રહ્યા છે […]
પસાર થઈ જતી મોટરના હેડલૅમ્પના અજવાળામાં આઠદસ છોકરાઓના ટોળાએ લટકાતી-મટકાતી ચાલી જતી એક છોકરી જોઈ અને અનેક ઝીણીતીણી સિસોટીઓથી અને eyes right, boys થી હવા ગુંજી ઊઠી. એ ટોળામાંના એકે – કેતને, ક્લિક – ચાંપ દાબી હોય એમ એકસ-રે લીધો અને એ પસાર થઈ ગયેલી ક્ષણ પછી જ્યારે એ જોવા બેઠો ત્યારે એમાં નર્યા નીતર્યા […]
[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ શ્રી જયંતીભાઈ પટેલનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર ] મારા જેવા સૂર્યવંશી સંપ્રદાયના માણસને સવારે વહેલા ઊઠવાનું ક્યારેય અનુકૂળ આવ્યું નથી. સવાર મારી સૂર્ય ઊગ્યા પછી ખાસ્સા બે કલાકે શરૂ થાય એ મારો રોજિંદો કાર્યક્રમ. પણ મારી સુખની એ વહેલી સવારની નિંદરની સાથે કેટલાકને જાણે જનમભરની દુશ્મની હોય એમ એ […]
નાના વિનુએ સ્કુલેથી આવીને ચોપડીઓ મૂકી. હવે એણે દફતર લઈ જવું બંધ કર્યું હતું. અને બાની બૂમ સાંભળ્યા વિના જ બહાર રમવા દોડી ગયો. નાનો વિનુ ખાસ નાનો ન હતો, તેરમું વર્ષ એને હવે બેસવાનું હતું, પણ ચાર વર્ષની ઉંમરે એના બાપ મરી ગયા ત્યારથી જ આસપાસવાળાઓમાં એનું નામ નાનો વિનુ પડી ગયું હતું. હવે […]